Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર GIDC ની એક કંપનીમાં હાઇડ્રા હાઇટેન્સન લાઇનને અડતા કામદાર દાઝયો.

Share

અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ એક ફેબ્રીકેશન કંપનીમાં કામગીરી દરમિયાન હાઇડ્રા હાઇટેન્સન લાઇનને અડી જતા એક કામદાર હાથે, મોઢે, શરીરે દાઝી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.

તા.૨૧/૦૭/૨૦૨૧ના સવારના સમય દરમ્યાન અંક્લેશ્વરમાં આવેલ પ્લોટ નંબર-૧૪૪ ખાતે શ્રી સાઈનાથ એન્ટરપ્રાઈઝ ફેબ્રીકેશન વર્કશોપના ગેટ બહાર હાઈડ્રા નં-GJ-16-AF-8375 હાઈડ્રા મશીન દ્વારા ચીમનીનું ટ્રસ્‍ટ વર્કશોની બહાર કાઢી તેના ચાલક સંજયસિંગે હાઈડ્રાને ઊંચુ કરેલ તે વખતે હાઈડ્રાનો બુમ હાઈટેન્સન લાઈનને ટચ થતા કામદાર જીતેન્દ્રકુમાર લક્ષ્મીરામ રામ ઉ.વ-૨૮, રહેવાસી હાલ વિજયનગર ગડખોલ પાટીયા તા.અંકલેશ્વરને કરંટ લાગવાથી શરીરે મોઢાના ભાગે તથા બંને હાથે તથા બંને પગે અને છાતીના ભાગે દાઝી ગયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વાલીયાના દેસાડ અને સોડગામ વચ્ચે ટેમ્પો ચાલકે બાઇકને અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પત્નીનીને ગંભીર ઇજા પહોંચી હતી

ProudOfGujarat

અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડાતા 41 બાંધકામ સાઈટ સીલ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થવાથી દોડધામ, ફાયર વિભાગ ઘટના સ્થળે ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!