અંકલેશ્વર શહેરમાં વાહન ચોરીના બનાવો ઘણા સામે આવી રહ્યા છે, અંકલેશ્વર ખાતે જલારામ ફાસ્ટ ફૂડ સેન્ટરના માલિક પોતાની દુકાનની સામે જ પોતાની કાર ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાય હતી.
બનાવ અંગે મળતી માહીતી અનુસાર, અંકલેશ્વરના ભરુચી નાકા પાસે આવેલ જલારામ ફાસ્ટફૂડની દુકાનની સામે પાર્ક કરેલી દુકાનદાર ભાવેશભાઈની પોતાની ઇકો ગાડી ચોરાઈ હતી, જેમાં ચોર ગાડી લઈને ફરાર થઇ ગયો હતો.
સમગ્ર મામલામાં ગત રાત્રીના સમયે દુકાનદાર દુકાન બંધ કરી અને પોતાની ઇકો ગાડી દુકાનની સામે જ પાર્ક કરીને પોતાના ઘરે ગયો હતો, જેમાં સવારે દુકાન પર આવતા એમની ઇકો ગાડી નંબર GJ 16 CN 4675 જગ્યા પર ન હતી જેથી દુકાનદાર તાત્કાલિક અંકલેશ્વર પોલીસની મદદ લેવા પહોંચ્યા હતા અને જેમાં અંકલેશ્વર પોલીસે ગુનો નોંધીને કામગીરી હાથ લીધે હતી તે સમય દરમિયાન ફાસ્ટેગ મારફતે જાણ થઇ હતી કે ઇકો ચોરી કરનાર ઈસમ કરજણ ટોલ ટેક્સ પાસેથી રાત્રીના પોણા ત્રણ વાગ્યાની આસપાસ પસાર થયો હતો અને બીજીવાર તરસાલી ગામ પાસે આવેલ ટોલ ટેક્સ પાસેથી રાત્રીના પોણા ચાર વાગ્યાની આસપાસ પસાર થયો હતો. દુકાનદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં તેમની દુકાન છે તે શોપિંગ સેન્ટરોમાં સી. સી. ટી. વી. કેમેરા નથી તેનો લાભ લઈને ચોરે કૃત્ય રચ્યું હતું. જે અંગે અંકલેશ્વર પોલીસ હરકતમાં આવીને પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા અને કાર ગુમ થવા અંગે તજવીજ હાથ ધરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર