અંકલેશ્વર જે. બી. કેમિકલ એન્ડ ફાર્માકયુટીકલ્સ દ્વારા રૂ.23 લાખના ખર્ચે એક ચેલેન્જર્સ મેઈક સી-આર્મ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું તથા એફ.એમ.સી. કોર્પોરેશન કંપની દ્વારા રૂ. 60 લાખના ખર્ચે જર્મન મેઈક સર્જીકલ માઈક્રો સ્કોપ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યા હતા.
જે પ્રસંગે જે. બી. કેમિકલના પ્રમુખ ભરત ઘાનાની તથા એફ.એમ.સી.કોર્પોરેશનના સીઈઓ મનોજ ખન્ના અને તેમના સભ્યો જૂથ યોગેશ ત્રિવેદી તથા અજય ભાંરબેની ઉપસ્થિતિમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના દર્દીઓની ઘનિષ્ઠ સરવાર માટે મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા.
જયાબેન મોદી હોસ્પિટલને અંકલેશ્વરની કંપનીઓ દ્વારા સી-આર્મ મશીન, ન્યુરો માઈક્રોસ્કોપ, વેન્ટિલેટર, હિલિમિયમ લેસરનું દાન કરવામાં આવ્યું છે જેનાં થકી ભરૂચ અને અંકલેશ્વરના જરૂરિયાતમંદ લોકોને અમદાવાદ અને સુરત વડોદરા નહીં જઈ અને અંકલેશ્વર ખાતે આવેલ જયાબેન મોદી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવે તે હેતુથી આજરોજ મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલના કમલેશ ઉધાની તથા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. અંજના ચૌહાણ તથા અન્ય તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને બંને કંપનીઓનો આભાર વ્યકત કર્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર