અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી સ્થિત અગ્રગણ્ય સોલ્વે સ્પેશિયાલીટી ઇન્ડિયા પ્રા.લિમિટેડ કંપની દ્વારા શ્રી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને અદ્યતન 3 વેન્ટિલેટર અર્પણ કરાયા છે. જી.ઈ યુ.એસ.એ ના આર 860 ઓપ્ટિમા વેન્ટિલેટર અંદાજે રૂપિયા 38 લાખની કિંમત હોસ્પિટલને આપવામાં આવ્યા હતા.
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે અનેક દર્દીઓ જીવ ગુમાવ્યો છે ત્યારે ત્રીજી લહેર પૂર્વે દર્દીને પૂરતા પ્રમાણમાં આરોગ્ય સેવા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે પાનોલી જીઆઇડીસીની સોલ્વે સ્પેશિયાલીટી ઇન્ડિયા પ્રા.લિમિટેડ કંપની દ્વારા પોતાની સી.એસ.આર પ્રવૃત્તિ અંતર્ગત અત્યંત આધુનિક જી.ઈ યુ.એસ.એ ના આર 860 ઓપ્ટિમા વેન્ટિલેટરના 3 નંગ અંદાજિત રૂપિયા 38 લાખ રૂપિયા ની કિંમતના યુ.એસ.એ થી મંગાવવામાં આવ્યા હતા જે આવતા કંપની દ્વારા કોરોના ત્રીજી લહેર પૂર્વ હોસ્પિટલની આરોગ્ય સેવાકીય પ્રવૃતિ પ્રેરાઈને આપવામાં આવ્યા છે. અંકલેશ્વર સૌથી ઓછા સમયમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર તેમજ કોરોના મહામારી વચ્ચે કોરોના દર્દીઓ માટે સારી આરોગ્ય સેવાઓ પુરી પાડી હતી. જે કામગીરીથી પ્રભાવિત થઇ કંપની દ્વારા શ્રી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને 22 મી જુલાઈ ગુરુવારના રોજ જી.ઈ યુ.એસ.એ ના આર 860 ઓપ્ટિમા વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યા હતા.
સરદાર પટેલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કંપનીના સાઈટ હેડ હિમાંશુભાઈ ગોંડલીયા, આશિષ નાયક હેડ એચ.એસ.ઈ. હેડ આશિષ નાયક, મેડિકલ ઓફિસર ડૉ. એન.સી.ચૌહાણ ઉપસ્થિત રહી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણીએ વેન્ટિલેટરનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી અજય શાહ, યુનિટ હેડ સંજય પટેલ, જયેશ પટેલ ટ્રસ્ટી, હરેશ મહેતા ટ્રસ્ટી, ગ્રામ વિકાસ ટ્રસ્ટ રમેશભાઇ કસોન્દ્રા, ફિઝિશિયન ડૉ સૌરભભાઈ દશેડા તેમજ હોસ્પિટલના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ દ્વારા કંપનીની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને કંપની વિશેષ આભાર માન્યો હતો. છેલ્લા 5 વર્ષ ઉપરાંત અંકલેશ્વરમાં તેમજ જિલ્લામાં આરોગ્યક્ષેત્રે અગ્રણી હોસ્પિટલ બની રહેલ હોસ્પિટલની સુવિધામાં વધારો થતા જેનો લાભ જિલ્લા આરોગ્યલક્ષી દર્દીઓને મળી રહેશે.
મુકેશ વસાવા, અંકલેશ્વર