અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના કેટલાક ગંદગી ભર્યા દ્રશ્યો સ્પષ્ટપણે સાબિત કરી રહ્યા છે કે અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતાના નામે શોભના ગાંઠિયા સમાન હોય તેમ જણાઈ રહ્યું છે.
અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતાના નામે પાછલા કેટલાક વર્ષોથી પોતાની છબી ખરાબ કરી રહી છે એક તરફ દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત ગુજરાતના મુખ્યમંત્રી સ્વચ્છ ગુજરાતની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતાના નામે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઇ રહી છે. અંકલેશ્વરમાં ઠેરઠેર જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
એક તરફ લોકો વિશ્વની મહામારી અને ગંભીર બીમારી કોરોના વાયરસથી પોકારી ઉઠયા છે ત્યારે હવે અંકલેશ્વર શહેરમાં વિવિધ જગ્યાઓના મુખ્ય માર્ગો ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનનું સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાતનું સપનું ક્યારે સાકાર થાય છે તે જોવાનું રહ્યું છે.
મુકેશ વસાવા, અંકલેશ્વર