અંકલેશ્વર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો ઘણા બની રહ્યા છે, તસ્કરો એક નહિ પરંતુ ટોળકીમાં એકસાથે આવીને ચોરી કરી રહ્યા છે. અગાઉ પણ એક કંપનીમાંથી સાધનોની ચોરી થઈ હતી જેમાં પણ ત્રણથી ચાર તસ્કરોએ લૂંટ મચાવી હતી તે જ રીતે આવી એક ઘટના રિદ્ધિ સ્પેશિયાલિટી કેમિકલ કંપની ખાતે બની હતી.
ગત તા. 18 મી જુલાઇના રોજ અંકલેશ્વર પાનોલી જી.આઈ.ડી.સી માં આવેલ રિદ્ધિ સ્પેશિયાલીટી કેમીકલ કંપની ખાતે ત્રણ તસ્કરોએ ચોરી કરી હતી જેમાં એક અન્ય શખ્સ બહાર ઊભો રહીને વોચ કરી રહ્યો હતો જેમાં તસ્કરોએ ઓફીસનો મુખ્ય દરવાજો તોડી અને ગલ્લામાંથી રૂપિયા 33,600/- રોકડ રૂપિયાની ચોરી કરી હતી અને સમગ્ર મામલો કપનીના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો હતો. જે અંગે કંપનીના માલિકે અંકલેશ્વર પાનોલી જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
વિસ્તારમાં અવારનવાર બની રહેલ ચોરીની ઘટનાને અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી રિદ્ધિ સ્પેશિયાલીટી કેમીકલ કંપનીના માલિકે માંગ કરી હતી જેથી કંપનીને લાખો રૂપિયાના થતાં નુકશાન સામે રાહત મળી રહે.
ભરૂચ : અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીની રિદ્ધિ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીને ત્રણ જેટલા તસ્કરોએ બનાવી નિશાન : સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ.
Advertisement