અંકલેશ્વર શહેરમાં જાણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે અગાઉ નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ શરૂ થતા જિલ્લા વાસીઓને ટ્રાફિકથી છુટકારો મળશે તેવા તંત્રના દાવા હાલ તો પોકળ સાબિત થઈ રહ્યા છે. બ્રિજ ચાલુ થતા જ મુંબઈ -દક્ષિણ ગુજરાત તરફ આવતા જતા વાહનો હવે નેશનલ હાઇવે-48 નો વાહનવ્યવહાર ડાયવર્ટ થઈ રહ્યા છે.
જેની અસર સવારે તેમજ સાંજે પીક અવર્સમાં જોવા મળી રહી છે. ખાસ કરીને અંકલેશ્વર-પાનોલી જીઆઇડીસી ના નોકરિયાત તેમજ ઓફિસ વર્ગ છૂટ્યા બાદ હવે રોજ અડધા કલાક ટ્રાફિકમાં તેમને પસાર થવું પડી રહ્યું છે.
તે સહિત આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી લઈને પીરામણ નાકા સુધી આરેધર પાર્કિંગ અને દુકાનદારો અને લારી ગલ્લાવાળા દ્વારા ગેરકાયદેસર દબાણના લીધે વારંવાર ટ્રાફિક સર્જાતો જોવા મળી રહી છે આજરોજ ફરી એકવાર ટ્રાફિક જોવા મળ્યો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં હાજર હોવા છતાં પણ ટ્રાફિકની સમસ્યા કેમ સર્જાઈ છે..? જો આજ રીતે ટ્રાફિક સર્જાતો રહે અને લારી ગલ્લા વાળાઓને હટાવવામાં નહીં આવે તો શું આમ જ રોજ ટ્રાફિક સર્જાશે..? રોજ મુસાફરી અને અપડાઉન કરતાં નોકરિયાત લોકોને ઘણી મુશ્કેલી પડતી હોય છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી જાહેર જનતા માંગ કરી રહી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર