Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડયા.

Share

અંકલેશ્વરના સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીમા બાવળના ઝાડ નીચે ખુલ્લેઆમ જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીઓને અંકલેશ્વર શહેર પોલીસે ઝપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે મળતી માહીતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસને મળેલ બાતમીને આધારે પોલીસ ટીમ ખાનગી વાહનમાં જઈ ગાડી થોડી દૂર પાર્ક કરી અને ચાલતા ચાલતા બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી.

Advertisement

જેમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળીને પત્તાપાના વડે જુગાર રમી રહ્યા હતા જેથી ત્રણ ઈસમોની ધરપકડ કરી સાથે દાવ ઉપરની જુદા જુદા દરની ચલણી નોટો મળીને કુલ રોકડા રૂપિયા 185/-, અંગ જડતિના 900/- રૂપિયા મળીને કુલ 1085/-ના મુદ્દામાલને જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓ :-

(1) રાહુલભાઈ રતનભાઈ ભાભોર રહે, પટેલ પાર્ક સોસાયટી અંકલેશ્વર જી.આઈ ડી. સી. અંકલેશ્વર ભરૂચ
(2) બાબુ ઘનશ્યામ શર્મા રહે, પટેલ પાર્ક સોસાયટી અંકલેશ્વર જી. આઈ. ડી. સી. અંકલેશ્વર ભરૂચ
(3) જાકીર જીયાઉર રહમાન શેખ રહે, સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં અંકલેશ્વર ભરૂચ. નાઓની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

ઝઘડિયાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં કોરોના મહામારીમાં વધુ એક તબીબને ચેપ.

ProudOfGujarat

આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા પોતે કિંગ કે કિંગમેકરની ભૂમિકા ભજવશે ? જાણો ભરૂચ લોકસભાનું હાલનું રાજકીય ચિત્ર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!