ગત. તા. 14 મી જુલાઈના રોજ પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાનુની વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલોનું વિચમ કરતા બે આરોપીઓની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.
બનાવ અંગે મળતી માહીતી મુજબ અંકલેશ્વરના નવા ધતુરા ગામે નિશાળ ફળિયામાં રહેતા વિરલભાઈ ગુમાન ભાઈ વસાવા એ તેના ફળીયામાં તેના ઘરથી થોડેક આગળ મુકેશભાઈ રેવાદાસ વસાવાના ઘરમાં ગેર કાનૂની ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખીને છુપાવીને ઘરમાં રાખેલ હતો.
જેમાં બાતમીવાળી જગ્યા પર પોલીસ દ્વારા પ્રોહી રેઇડ કરતા એક ખાખી કલરના પુઠ્ઠામાં 750 મીલી ની 12 નંગ બોટલો જેની કિંમત 300/- તેવા 12 બોક્ષ મળીને 3600/- સહીત બિયરની 500 મીલીની 24 નંગ બોટલો તેવા જેની કુલ કિંમત 2400 /-, એક સફેદ થેલામાં વ્હીસકીની 180 મીલી પાઉચ નંગ 78 જેની કુલ કિંમત 7800/- જેમાં કાચની 180 મીલીની બોટલો નંગ 45 જેની કુલ કિંમત 4500/- અને 750 મીલીની બોટલ નંગ 3 જેની કિંમત 1080/- અન્ય 750 મીલીની બોટલ નંગ 2 જેની કુલ કિંમત 720/- મળીને કુલ બોટલ નંગ 164 મળીને કુલ કિંમત 20100/- ના મુદ્દામાલના આરોપીની અંકલેશર રૂરલ પોલીસે ધરપકડ કરી અને મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.