અંકલેશ્વર શહેરના જવાહર બાગ સ્થિત જલારામ એપાર્ટમેન્ટમાં આવેલ સંબંધીના બંધ મકાનમાં નિર્માણાધીન મકાન માટે મૂકવામાં આવેલા ઇલેક્ટ્રીક સામાન સહિત પ્લમ્બિંગનો સામાન મળી કુલ 1.10 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઇ છે.
અંકલેશ્વર શહેરના જવાહર બાગ સ્થિત જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ બાબુભાઈ ગોળવાલા કે જેઓ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલી ટેગ્રોસ કેમિકલ કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેઓનું નવું મકાન કેસવ પાર્કમાં નિર્માણ પામી રહ્યું છે જે નિર્માણાધીન મકાન માટેનો સામાન તેઓએ જલારામ એપાર્ટમેન્ટ તેઓના સબંધીના મકાનમાં મૂક્યો હતો જે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં ફરિયાદીના છોકરાના જણાવ્યા પ્રમાણે તસ્કરોએ બાથરૂમની જાળી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.
બંધ મકાનમાં રહેલ 58 નંગ એલ.ઇ.ડી., સ્વિચ સોકટ નંગ-251 જેની કિંમત 44,850/-, મોડ્યુલર નંગ-53 જેની કિંમત 45360/- અને પ્લમ્બીંગની એસ.એસ ની પ્લેટ નંગ-38 જેની કુલ કિમત 20,000/- મળીને કુલ 1,10, 210/- લાખના મુદ્દામાલથી વધુના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો અને તસ્કરો અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વરના જલારામ એપાર્ટમેન્ટમાં તસ્કરો ઇલેક્ટ્રીક સામાન સહિત પ્લમ્બીંગના 1.10 લાખની મત્તાના સામાનની ચોરી કરી ફરાર.
Advertisement