Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાનોલી વચ્ચે ટ્રેનની અડફેટે મહિલાનું મોત .

Share

અંકલેશ્વર પાનોલી વચ્ચે નવજીવન હોટલ પાછળ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલી 32 વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેનની અડફેટમાં આવી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર પાસેની નવજીવન હોટલ પાસે આવેલ સાબાન ચૌધરીના ભંગારના ગોડાઉનમાં રહેતી અને મૂળ મધ્યપ્રદેશની 32 વર્ષીય નિનીયા બેન ભીલ ગોડાઉનની પાછળથી પસાર થતી રેલ્વે લાઈનના પાટા ક્રોસ કરી રહી હતી તે દરમ્યાન ટ્રેનની અડફેટમાં આવી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સથળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ધટનાની જાણ તેના પરિવારજનોને થતા તેઓ દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. નિનીયા બેન ભીલના મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નવસારી કૃષિ યુનીવર્સીટીના પ્રથમ ફોઉન્ડેશન ડે ઉજવણી પ્રસંગે કૃષિ કોલેજ, ભરૂચના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ProudOfGujarat

પ્રોહિબીશનના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી કવાંટ પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ મથકની હદમાં થયેલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ ચોરો કરતા પાછળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!