Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સતત ત્રીજા દિવસે પણ મહાવીર ટર્નિંગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

Share

ભરૂચ અને અંકલેશ્વરના લોકોને હવે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળવાની વાતો સામે આવી હતી પરંતુ ટ્રાફિક જાણે ભરૂચ અંકલેશ્વરના લોકોને વળગીને જ બેઠો હોય તેમ જણાઈ રહ્યું છે, છેલ્લા ત્રણ રાતના અંધકાર દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ચક્કાજામ થયા હતા અને વાહન ચાલકોના સમયનો વેડફાટ થયો હતો. માહિતી અનુસાર જાણવા મળેલ કે ગેરકાયદેસર દબાણોના કારણે આ ટ્રાફિક જામની સમસ્યા રહે છે તેવી લોકચર્ચા થઈ હતી.

થોડી જ ક્ષણમા રાત્રિના સમય દરમિયાન વાહનોની લાંબી કતારો થઈ ચૂકી હતી જેને પગલે વાહન ચાલકોમાં રોષનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક જવાન નહીં હોવાના કારણો છેવટે જાગૃત નાગરિકો દ્વારા ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા હતા.

Advertisement

અંકલેશ્વરના રેલ્વે ક્રોસિંગથી લઈને મહાવીર ટર્નીગ સુધી વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા જેને કારણે વાહન ચાલકોના ઇંધણનો વેડફાટ થઈ રહ્યો હતો. ટ્રાફિક જવાન નહીં હોવાના કારણો છેવટે જાગૃત નાગરિકો દ્વારા ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા.

ટ્રાફિકની સમસ્યા ત્રણેય બાજુથી એકસાથે આવતા વાહનોને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવે તંત્ર જ કઈ કરી શકે છે જેથી લોકો વહેલી તકે ટ્રાફિક હળવો થાય અને સમસ્યામથી છૂટકારો મળી રહે તે માટે સર્જાયેલ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી લોકમાંગ કરવામાં આવી હતી.

મુકેશભાઇ વસાવા, અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ-એ.ટી.એમ કાર્ડ ક્લોનિંગ કરી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ના બે સાગરીત પોલીસના સકંજામાં …

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં 108 ઈમરજન્સી સેવા હોળી-ધુળેટીના તહેવારમાં ખડેપગે તૈયાર઼ .

ProudOfGujarat

ભરૂચ : સાયખા GIDC માં નેરોલેક કંપની ખાતે દિવાળી બોનસ સહિતની માંગ સાથે કામદારોનો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!