ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જીઆઈડીસીના સરદાર પાર્ક નજીકના બેંકના એ.ટી.એમ પર યુવાન સાથે છેતરપીંડી કરીને અજાણ્યા ઇસમમોએ લૂંટ ચલાવી 30 હજાર રૂપિયાની ઉઠાંતરી કરીને ફરાર થયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર પાર્ક નજીકની બેંક ઓફ બરોડા પર યુવાન પાસેથી રૂ.30 હજારની ચોરી થઈ હતી. બનાવ અંગે મળતી માહિતી અનુસાર એક અરમાન ખાન નામનો યુવાન જે પોતે જ્યુસનો ધંધો કરે છે તેઓ ગત તારીખ 12 જુલાઇના રોજ અંકલેશ્વર જીઆઇડીસી મા આવેલ સરદાર પાર્ક નજીકની બેન્ક ઓફ બરોડા ખાતે રૂપિયા 30 હજાર જમા કરવા આવ્યો હતો તે દરમિયાન લગભગ બે થી ત્રણ ઇસમોએ અરમાનભાઈને માસ્ક સરખું પહેરવાનું કહી 30 હજાર રૂપિયા લઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા, જેથી ઇસમો કોણ હતા, ક્યાના હતા તે જાણવા અને પૈસા પાછા મેળવવા યુવાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો, જે અંતર્ગત અજાણ્યા ઈસમોની શોધખોળ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વર : જીઆઇડીસીના સરદાર પાર્ક નજીકની બેંક ઓફ બરોડા પર યુવાન પાસેથી રૂ.30 હજારની લૂંટ કરી ઇસમો ફરાર.
Advertisement