Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે કાર ચાલક મહિલાને ટક્કર મારી ફરાર : મહિલાનું ઘટના સ્થળે જ મોત.

Share

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ભર બજારમાં એક ફોર વ્હીલ ઇકો ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં કોઈ અગમ્ય કારણોસર રસ્તા પર ચાલતી મહિલાને અડફેટે લીધી હતી, મહિલા જમીન પર પછડાતા તેને શરીર પર ગંભીર ઇજાઓ પહોં હતી અને તેનું ઘટના સ્થળ પર મોત નીપજયું હતું.
અંક્લેશ્વર તરફ જતાં માર્ગ સી.એન.જી પંપની બાજુમાં અકસ્માત સર્જાયો, અકસ્માતમાં મહિલાને ૧૦૮ ની સારવાર મળતાં પહેલાં જ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં જ અંક્લેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યાં વાહન ચાલક વિરૂધ્ધ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે મળતી માહિતી એક દુકાનના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી અને એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે સી.એન.જી પેટોલ પંપની બાજુમાં ભરબજારે ટ્રાફિક વધુ હતો નહીં જેને પગલે મહિલા રસ્તા પર ચાલી રહી હતી ત્યારે ઇકો ચાલક પૂર ઝડપે પાછળથી આવી મહિલાને અડફેટે લીધી હતી. ઇકો ચાલક બ્રેક મારવા જતાં ગાડી પૂર ઝડપે હોવાને કારણે એક્દમ બ્રેક વાગી નહીં અને મહિલાને અડફેટે લેતા મહિલા જમીન પર ધસી પડી હતી જેમાં માથાના ભાગમાં અને શરીર પર ગંભીર ઇજાઓના પગલે મહિલાનું મોત નીપજયું હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે.

મહિલાને અડફેટમાં લીધા બાદ ઊભા રહેવાને બદલે કાર ચાલક નાસી ભાગ્યો હતો, આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ગણતરીની મિનીટમાં 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોચી ગઈ હતી અને અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી, સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ફૂટેજની મદદથી ફરાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

મુકેશ વસાવા , અંકલેશ્વર


Share

Related posts

સુરતમાં ડ્રેનેજની યોગ્ય સફાઇ ન થતાં આપ ના કોર્પોરેટરોએ પાલિકાના વાહનો કબ્જે કર્યા.

ProudOfGujarat

મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મના મુખ્ય આરોપીની ધરપકડ, કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહારો

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં બસ પુલ પરથી નીચે ખાબકતાં 15 ના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!