આજરોજ સાંજના સમયે નેશનલ હાઇવે 48 પર અંકલેશ્વર પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં કાર, એસ.ટી વિભાગની સરકારી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેને પગલે નેશનલ હાઇવે પર ચક્કાજામ થતાં ભારે અકસ્માત સર્જાયો હતો.
બનાવ અંગે મળતી માહિતી મુજબ અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર આજરોજ સાંજના સમયે એસ.ટી વિભાગની બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં અચાનક અકસ્માત સર્જાયો હતો જેમાં લગભગ 30 થી વધુ લોકો બેસીને મુસાફરી કરી રહ્યા હતા, માહિતી અનુસાર બસ સુરતથી પેટલાદ તરફ જઇ રહી હતી તરત જ પાછળ પૂર ઝડપે આવતી કારના ડ્રાઇવરે પણ કાબૂ ગુમાવ્યું હતું અને કાર બસમાં ધુસી ગઈ હતી.
સાથે જ પાછળ આવી રહેલ ટ્રકના ડાઇવરે અચાનક બ્રેક મારી પણ બ્રેક ન વાગતા તેને પણ ટ્રકને ગાડીમાં અથડાય હતી જેમાં વચ્ચે દબાઈ ગયેલ કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ટ્રીપલ અકસ્માતને પગલે બસમાં બેસેલા સહિતનાં ગાડી ચાલકોને નાની મોટી ઇજાઓ પહોચી હતી. ઇજા પામેલા પેસેન્જરોને હોસ્પિટલ ખાતે ખસેડવા 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. અકસ્માતને કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ જતાં અંકલેશ્વર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી આવ્યો હતો સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વર ને હા. નંબર 48 ઉપર કાર , બસ અને ટ્રક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો.
Advertisement