આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવા જઈ રહેલ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ખુદ જ માસ્ક પહેરવાનું ભૂલ્યા, પોલીસ કર્મચારીએ કેમેરો જોઈને પોતાનું મો હાથ વડે ઢાક્યું હતું. શું માસ્ક પહેરવું માત્ર જાહેર જનતા પૂરતું જ છે ? પોલીસ તંત્ર દ્વારા કોઈ સંક્રમણ નહિ ફેલાઇ ? પોલીસને કોનો ખોફ ?
આજરોજ અંકલેશ્વર ખાતે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવા જઈ રહી હતી જેમાં પોલીસ કર્મચારીઓમાં એક કર્મચારી જાણે કોરોનાની બેકાબૂ બનેલ બીજી લહેરને ભૂલી ગયા હોય તેમ માસ્ક પહેર્યું ન હતું તેના વિડીયો વાઇરલ થયા હતા જ્યારે તેઓએ કેમેરાને જોયો ત્યારે તેમણે માસ્ક નહોતું પહેર્યું તેવો ખ્યાલ આવ્યો હતો અને પોતાનું મો હાથ વડે ઢાંકવાનાં પ્રયાસ કરતા હતા ત્યારે અનેક સવાલો ઊભા થાય છે.
જે-તે પોલીસ કર્મચારી સાથે વાતચીત થતાં જાણ થઈ હતી કે છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેના કારણે તેમણે થોડી ક્ષણો માટે માસ્ક ઉતાર્યું હતું તેઓ બીમારીમાંથી ઊભા થયા બાદ થોડા દિવસ અગાઉથી જ ડયુટી પર આવ્યા હોવાની જાણ કરવામાં આવી હતી.