અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગકારોએ હવે હમ નહિ સુધરેંગે નીતિ અપનાવી લીધી છે એવું લાગી રહ્યુ છે જયારે આજરોજ ફરી એકવાર પ્રદૂષિત પાણીનો નિકાલ ઉદ્યોગો દ્વારા કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના ઉદ્યોગકારો દ્વારા વારંવાર ગટરો તેમજ નાળામાં કેમિકલવાળું પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે અંકલેશ્વરમાં કેટલાક ઔધોગિક એકમો વરસાદી પાણીની આડમાં ખાદીમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડતાં હોવાની ઘણીવાર ફરિયાદ ઉઠી છે.
અંકલેશ્વરના માથે લાગેલા પ્રદુષિત શહેરના કલંકને દૂર કરવા સરકાર અને વહીવટીતંત્ર દ્વારા અનેકવાર પ્રયાસો કરવામાં આવતા હોય છે પરંતુ અંકલેશ્વરના કેટલાક એકમોના સંચાલકો હમ નહીં સુધરેંગેની નીતિ રીતિ અપનાવીને પ્રદુષણ ફેલાવી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં પડી રહેલા વરસાદની આડમા સી પંપીંગની સામે રસ્તા ઉપર પ્રદુષિત પાણી જોવા મળ્યું જયારે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે તાત્કાલિક જી.પી.સી.બી ને જાણ કરવામાં આવી હતી. જી.પી.સી.બી ઘટના સ્થળે પહોંચી પાણીના સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
મુકેશ વસાવા, અંકલેશ્વર