Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઓ.એન.જી.સી બ્રિજ ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો : અકસ્માતના પગલે ટુ વ્હીલરના થયા બે ટુકડા.

Share

આજરોજ સમી સાંજના સમયે ભરૂચ અંકલેશ્વર પંથકમાં એકાએક વાતાવરણમા પલટો આવ્યો હતો, અને તે દરમિયાન અંકલેશ્વર ઓ.એન.જી.સી બ્રિજ પર હોનારત સર્જાઈ હતી, અકસ્માતમાં ત્રણ વાહનો એકાએક અથડાતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આજરોજ સમી સાંજના સમયે અંકલેશ્વરના ઓ.એન.જી.સી બ્રિજ પર બે ફોર વ્હીલર અને એક ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, બનાવ અંગે મળતી માહિતી અનુસાર એક જ તરફ જતી ત્રણેય ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આગળ ચાલી રહેલ ફોરવ્હીલ ગાડીમાં પાછળના ભાગમાં ટુ વ્હીલર ઘૂસી ગઈ હતી અને પાછળ જ પૂર ઝડપે આવી રહેલ ફોર વ્હીલર ગાડી ટુ વ્હીલરમાં અથડાઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતના પગલે ટુ વ્હીલર ચાલકે નીચે કૂદી જઈને પોતાનો આબાદ બચાવ કર્યો હતો અને ટુ વ્હીલરના બે ટુકડા થઈ જવા પામ્યા હતા અને બંને ફોર વ્હીલરને ગાડીનું નુકશાન થયું હતું.

Advertisement

અંકલેશ્વર શહેર પોલીસને ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. લોકોના ટોળેટોળા ભેગા થઈ જતાં અકસ્માતને પગલે ચકચાર મચી જવા પામ્યો હતો, અકસ્માત દરમિયાન કોઈને જાનહાની પહોચી ન હતી જેને પગલે આસપાસના લોકોએ રાહતનો હાશકારો અનુભવ્યો હતો.

મુકેશભાઇ વસાવા, અંકલેશ્વર


Share

Related posts

વડોદરા જિલ્લાનાં કરજણ પૂર્વ વિભાગ ખેડૂત કો. ઓ. કોટન સેલ સોસાયટી લી. ખાતે ખેડૂતોને યુરિયા ખાતર સાથે ફોસ ખાતરની ખરીદી માટે જણાવતા ખેડૂતોમાં રોષની લાગણી.

ProudOfGujarat

ફાયરિંગ કેસના બે આરોપીઓને દસ વર્ષની સજા ફટકારતી અદાલત

ProudOfGujarat

માંગરોળમાં મામલતદાર કચેરી દ્વારા હળપતિ સમાજના દીકરા દીકરીને જાતિનાં દાખલા કાઢી આપવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!