ગત મહિને જ અંકલેશ્વર સુરવાડી બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું જેમાં ગતરોજ રાત્રિના સમય દરમિયાન 3 થી 4 બાળકો બ્રિજની વચ્ચોવચ ડિવાઇડર પર મસ્તી કરી રહ્યા હતા, સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે ભર અંધકારમાં જીવના જીખમે રમત રમી રહ્યા હતા ?
ગતરોજ રાત્રિના સમય દરમિયાન અંકલેશ્વર સુરવાડી બ્રિજ પર 3 થી 4 બાળકો પોતાની મસ્તીમાં જોવા મળ્યા હતા, અગાઉ થોડા દિવસ પહેલા જ આઠ મહિનાના બાળકનું અકસ્માતના પગલે મોત નીપજયું હતું. બાળકો પોતાની મસ્તીમાં હોય અને ઉપરથી સ્ટ્રીટ લાઇન ન હોવાને કારણે વિસ્તામાં અંધારપટ છવાયેલો રહે છે તેવામાં આવી રીતે નાના બાળકો પોતાના જીવના જોખમે મસ્તી કરતાં દેખાયા હતા. એકાદ બાળક અંધારામાં અથડાય જાય તો તેના માટે જવાબદાર કોણ..?
જેથી તંત્રએ વહેલી તકે બ્રિજનું કામ જલ્દીથી પૂરું કરીને સ્ટ્રીટ લાઇટો લગાવવી જોઈએ જેથી અકસ્માતનો ભય ન સતાવે જેને પગલે તંત્ર આ મુદ્દાઓ ઉપર અત્યંત જરૂરી ધ્યાન આપે તે આવશ્યક બન્યું છે.
મુકેશ વસાવા , અંકલેશ્વર