Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વરનાં આલુંજ ગામથી લાખોની મત્તાનાં વિદેશી દારૂના જથ્થા સહિત બે આરોપીઓની ધરપકડ કરાઈ.

Share

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂની હેરફેરનો મામલો ઘણો વધી રહ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ આલુંજ ગામેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે અંકલેશ્વર રૂરલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી.

આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન મળેલ બાતમીને આધારે આરોપીઓ મુકેશભાઈ છગનભાઇ વસાવા તથા રાહુલભાઈ અજીતભાઈ વસાવા બંને રહે, આલુંજ, અંકલેશ્વર નાઓ તેમની ઇકો ફોરવ્હીલ ગાડી નંબર GJ 16 BN 7106 માં ઈંગ્લીશ દારૂનાં જથ્થાને વેચાણ અર્થે મુકેશભાઈના ઘર આગળ પાર્ક કરેલ હતી. તે સમયે પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની નાની બોટલો મળી કુલ બોટલ નંગ 702 જેની કિંમત રૂ. 1,24,260/- સહીત ઇકો ગાડી જેની કિંમત રૂ. 3,00,000/- મળીને કુલ 4,24,260/- નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોન્ટેડ આરોપી રમણભાઈ રહે, દમણ અંગે પૂછપરછ શરૂ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા : જીતનગર ખાતે આવેલ જેલમાં 50 બંદીવાનોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ અપાયો.

ProudOfGujarat

ગોધરા લો કોલેજની વિદ્યાર્થીનીને યુ.પી. ના રાજ્યપાલના હસ્તે ગોલ્ડમેડલ એનાયત.

ProudOfGujarat

મહેમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં ઈસમ પાસેથી ટિકિટ ચેકરે ટિકિટ માંગતા બોલાચાલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!