ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ વોર્ડ નંબર 1 અને 9 માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જ્યારે વારંવાર નગરપાલીકામાં મૌખીક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહિ આવતાં સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર, કચરા વિભાગના કર્મચારીઓ કે ડ્રેનેજ સાફ કરનારા કર્મચારીઓ સ્થિતી જોવા પણ આવતા નથી.
અંકલેશ્વરમાં અવેલા નગરપાલિકાના વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વોર્ડ નંબર ૯ માં ઉભરાતી ડ્રેનેજને લઇને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહિ આવતાં સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી હતી. તો બીજી સમસ્યા વોર્ડ નંબર એકમાં પણ સંસ્કારધામ 2 સોસાયટીમાં ઊભરાતી ગટરોને લઈને સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે.
સ્થાનિક સભ્યને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કામગીરી કરતું નથી તેવા પણ સોસાયટીના સ્થાનિક દ્વારા તંત્રની બેદરકારી સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા.
મુકેશ વસાવા, અંકલેશ્વર