Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં હત્યાની ચકચારી ઘટનાનો મામલો, ત્રણ સ્થળેથી મળેલ બેગમાંથી મળ્યા હતા શરીરના અંગો, પોલીસ તપાસમાં હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, ૪ આરોપીઓની ધરપકડ..!

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાઓ આમ બની ગઈ છે જોકે ગત મંગળવારે 3 ટ્રાવેલ બેગમાંથી મળી આવેલા કાપેલા હાથ અને પગ સહિત શરીરના અંગોને લઈ ઝનૂની હત્યારાએ હત્યાને અંજામ આપ્યા બાદ પુરાવાનો નાશ કરવા આ સાતીર ખેલ ખેલ્યો હોવાનું મનાઈ રહ્યું હતું.

ભરૂચમાં હત્યાનો સૌથી ચોંકાવનારો અને ઘાતકી કિસ્સો 2 દિવસ અગાઉ અંકલેશ્વરના અમરતપુરા ગામના પાટિયા પાસેથી બહાર આવ્યો હતો. જ્યાં મંગળવારે સ્થાનિક ગ્રામજનોને એર સ્ટ્રીપ જવાના માર્ગ ઉપર રસ્તાની બંને બાજુ નાળા પાસે અલગ અલગ દિશામાં લાલ અને ભૂરા રંગની 2 ટ્રાવેલ બેગ બિનવારસી હાલતમાં નજરે પડી હતી.

ગ્રામજનોને કંઈક સંદિગ્ધ લાગતા અંકલેશ્વર પોલીસને જાણ કરાતા પોલીસના ઘાડે ધાડા ઉતરી આવ્યા હતા. બેગ નજીક પોલીસે જઇ બેગ ખોલતા જ તેમાં પુરૂષના કપડાં હતા. જે નીચે રહેલી ભૂરા રંગની થેલી બહાર કાઢી ખોલતા જ તેમાં માનવીના કાપેલા હાથ પગ મળી આવતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. તેમજ બીજી બેગ ખોલતા તેમાંથી પણ કાપેલા હાથ પગ મળી આવ્યા હતા. ત્યારબાદ રાત્રીના સમયે સારંગપુર ગામના પાટિયા પાસેથી ત્રીજી બેગ મળી આવી હતી જેમાં પણ મૃતકના શરીરના અન્ય અંગો ભરેલા હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

અત્યંત ઘાતકી રીતે યુવાનની હત્યા કર્યા બાદ તેની ઓળખવીધી ન થાય તેમજ પુરાવાનો નાશ કરવા હત્યારાઓએ ભોગ બનનાર મૃતકની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી દીધા હતા.

સમગ્ર ઘટના ક્રમ બાદ પોલીસેની વિવિધ ટિમો આ હત્યા કાંડનો ભેદ ઉકેલવામાં લાગી હતી જેમાં ભરૂચ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે,પોલીસે સમગ્ર હત્યા કાંડને અંજામ આપનારા ૪ આરોપીઓની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી છે.

::- કોની કોની કરાઈ ધરપકડ..!!

પોલીસે સમગ્ર હત્યા કાંડમાં ૪ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ૩ બાંગ્લાદેશી છે તો એક રીક્ષા ચાલક છે, આરોપી નંબર (૧) લેશીના ઝાકીર અબ્દુલ મુલ્લા, રહે મંગલદીપ સોસાયટી,અંકલેશ્વર મૂળ.નૉડાલ, બાંગ્લાદેશ (૨) મુફિસ મોહંમદ મુલ્લા રહે, બાપૂનગર,અંકલેશ્વર મૂળ, નૉડાલ, બાંગ્લાદેશ (૩) અજોમ સમસુ શેખ,રહે લાલ બજાર કોઠી રોડ,ભરૂચ મૂળ, ખુલના,બાંગ્લાદેશ તેમજ આરોપી નંબર (૪) નૌશાદ ઈંદ્રિશ ખાન રીક્ષા ડ્રાઈવર રહે.બાપુનગર, અંકલેશ્વર મૂળ બલિયા યુ.પી નાઓની ધરપકડ કરાઈ છે.

::- કોણ છે મૃતક..?

અંકલેશ્વરમાં મળી આવેલ હત્યા કરાયેલ લાશની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલી સમાન હતું પરંતુ ગણતરીના સમયમાં પોલીસે મૃતકની લાશની ઓળખ કરી લીધી હતી, અને બેગમાંથી મળેલ માનવ શરીરના અંગો મૂળ બાંગ્લાદેશના અકબર નામક વ્યક્તિના હોવાનું સામે આવ્યું હતું.

::- કઈ રીતે પોલીસ પકડમાં આવ્યા આરોપીઓ..!

ભરૂચ પોલીસે સીસીટીવી સર્વેલન્સના આધારે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી હતી જેમાં પ્રથમ પોલીસે ગુનામાં વપરાયેલ રીક્ષાની ઓળખ કરી રીક્ષા જે વિસ્તારમાં હોય ત્યાં વોચ શરૂ કરી હતી.

::- શા માટે લાશના ટુકડા કરી બેગોમાં ભરી ફેંકી દેવાયા..! શુ છે હત્યાનું કારણ..!

ઘટનામાં સામેલ આરોપીઓ બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી ભારત આવ્યા હતા, અને ગુજરાતના અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, જેવા શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા, જેમાં મરણ જનાર મૂળ બાંગ્લાદેશનો અકબર જે હાલમાં અમદાવાદના ચંદોળા તળાવ ઇશનપુર ખાતે રહેતો હતો તે આ ગુનામાં આરોપીઓને વાંરવાર ધમકીઓ આપી તેઓને પોલીસમાં પકડાવી દઈશ કહી જો આમ ન કરવું હોય તો રૂપિયા આપવા પડશે તેવી માંગણીઓ કરતો હતો, અને આ ગુનામાં આરોપી અજોમને અમદાવાદ હવેલી પોલીસ મથકે કોઈ ગુનામાં પકડાવી પણ દીધો હતો, જેને લઈ કાયમી હેરાનગતિથી કંટાળેલ ત્રણેવ બાંગ્લાદેશી આરોપીઓએ રીક્ષાચાલક નૌશાદ સાથે કાવતરું રચી ભોગ બનનાર અકબરને ઘરે બોલાવી ઉંઘની ગોળીઓ પીવડાવી બેહોશ કરી આયોજન મુજબ ઓશિકા વડે અકબરનું મોઢું દબાવી દઈ તીક્ષ્ણ હથિયારથી ભોગ બનનારના શરીરના અલગ અલગ ટુકડા કરી પોલીથીનની કોથળીમાં ભરી તેને બેગમાં મૂકી નૌશાદની રીક્ષા મારફતે અંકલેશ્વર શહેર વિસ્તારમાં અવાવરું જગ્યાએ બેગ ફેંકી દઈ નાસી ગયા હતા

:: – શું શું કબ્જે કરાયું-

હાલ પોલીસે સમગ્ર હત્યા કાંડમાં વપરાયેલ જી જે ૧૬ એ.ટી ૧૬૧૭ નંબરની રીક્ષા તેમજ ૮ નંગ મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે સાથે જ હત્યામાં વપરાયેલ ચપ્પુ તેમજ અન્ય પૂરાવા મેવવાની તપાસ શરૂ કરી છે.

::- ઘૂસણખોરીનું નેટવર્ક સામે આવવાની શક્યતા.!

અંકલેશ્વરમાં હત્યા કરી લાશના ટુકડા કરી ફેંકી દીધા બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતોમાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું છે, ત્યારે તમામ આરોપીઓ અને મૃતક બાંગ્લાદેશથી ભારત કંઈ રીતે આવ્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં બાંગલાદેશથી ભારતમાં ઘૂસણ ખોરીનું નેટવર્ક ચાલતું હોવાનું પણ સામે આવી શકે તેવી શક્યતાઓ સમગ્ર હત્યાકાંડ બાદથી ચર્ચામાં આવી છે.


Share

Related posts

ઝઘડીયા : પિયરથી ઘરે આવવા નીકળેલ રાજપારડીની પરિણીતા બે પુત્ર સાથે લાપતા.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આર્થિક નીતિ આરક્ષણ .મહિલાઓ પર અત્યાચાર. શિક્ષણ પર્યાવરણ. જેવા મુદ્દા ઉપર ડિબેટ યોજાઇ….

ProudOfGujarat

લુણાવાડા તાલુકાઉંટડી ગામના તળાવને ઉંડા કરવાના ખાતમૂહૂર્તનો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!