Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જના ઉપક્રમે હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે ૭૨ માં તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરાઇ.

Share

અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જના ઉપક્રમે ૭૨ માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ હાંસોટ તાલુકાના કુડાદરા પ્રાથમિક શાળા ખાતે સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણના વૃક્ષ રથનું પણ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, માનવ જીવન વૃક્ષો આધારિત છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર કરવું અને જતન કરવું ખુબ જ જરૂરી છે. ઘણી સમસ્યાઓનો એક માત્ર ઉકેલ વૃક્ષોની જાળવણી કરવી. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રાંત અધિકારી રમેશભાઈ ભગોરા, આગેવાન પદાધિકારીઓ, રેન્જ ફોરેસ્ટર ઓફીસર સહિત આગેવાનો હાજર રહી ૭૦ જેટલા વૃક્ષો વાવી ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળના ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકમાં થયેલા વિકાસકાર્યોનું રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરાયું

ProudOfGujarat

વડોદરાના કુમેઠા ગામમાં ઘરના મુખ્ય દરવાજા બહાર મગરના 4 ફૂટના બચ્ચાનું રેસક્યૂ કર્યું

ProudOfGujarat

ખેડા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના ગામોમાં આયુષ્માન સભા યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!