ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે જાહેરમાં પડેલા ભંગારનાં જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. ભંગારના જથ્થા સાથે રહેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા છે. ડીપીએમસી કે ફાયર ટીમને જાણ કર્યા વગર જાતે જ આગ ભંગારીયાઓએ આગ ઓલવી હતી. વારંવાર ભંગાર માર્કેટમાં લાગતી આગ શંકાસ્પદ બની છે.
ત્યારે આગના બહાને કેમિકલ યુક્ત કચરાનો થતાં નિકાલની શકયતા સામે આવી છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ તરફ જતા એપ્રોચ રોડ પર ગઇકાલના રોજ બપોરે રોડને અડીને આવેલ સરકારી જમીન પર ફૂટપાથ પર રહેલા ભંગારના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યાં રહેલા ભંગારના વાહનો અને ઉભેલા આઇસર ટેમ્પા લપેટમાં લેવા કગાર પર પહોંચી હતી. ભંગાર વેપારી ઓ જાતે જ આગ બુઝાવાની કોશિષ કરી રહ્યા હતા.
Advertisement