Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વરના ભડકોદ્રા રોડ ઉપર ટ્રકની અડફેટે એક્ટીવા ચાલકનું મોત.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદ્રા રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે એક એક્ટીવાને ટક્કર મારતા એકટીવા ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું.

આજરોજ બપોરના સમયે એક એક્ટીવા ચાલક કોઈક કારણોસર બહાર નિકળયો હતો અને ભડકોદ્રા રોડ ઉપર કોઈક અજાણ્યા ટ્રકે એકટીવાને અડફેટે લેતા એક્ટીવા ચાલક જમીન પર ઢળી પડ્યો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને પગલે એક્ટીવા ચાલકનું એકાએક મોત નીપજયું હતું.

બનાવ અંગે મળતી માહિતી મુજબ ટ્રક ભડકોદ્રા રોડ પર પુર ઝડપે આવી રહી હતી, એકાએક બ્રેક મારતા ટ્રક ચાલકે સ્ટ્રેરિંગ પરથી કાબૂ ગુમાવ્યું હતું અને એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. આશાસ્પદ યુવાન ગંભીર ઇજાઓના પગલે મોતને ભેટ્યો. ઘટના સ્થળ પર ભીડનો જમાવડો થયો હતો અને ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ : પઠાર ગામે આવેલ વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટનાં ગોડાઉનમાંથી આર.આર કેબલનાં બંડલની ચોરી…

ProudOfGujarat

રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના શેડો એરિયાના તમામ ૧૦૩ જેટલા મતદાન કેન્દ્રો ખાતે વાયરલેસ અને વોકીટોકી સેટ સાથેનાં સ્ટાફને ડેમોન્સ્ટ્રેશન માટે કરાયાં તૈનાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!