અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલના ડિરેકટરો સામે રૂપિયા 33.39 કરોડના વિવિધ સરકારી વેરા અને વિવિધ દંડોના ભરપાઈ ન કરવા વિરૂદ્ધ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે રાજ્ય વેરા નિરીક્ષકે ફરિયાદ નોંધાવી હતી.
રાજ્ય વેરા નિરીક્ષક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ મુજબ જાણવા મળ્યું હતું કે તા. 05/04/2006 થી અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલ કંપની કેન્દ્રીય કાયદાઓ હેઠળ ડ્રાફ્ટ પેપર અને બોર્ડ બનવાનો ધંધો કરી રહી હતી અને સદર નોંધણી નંબરના આધારે સરકારને વેરો ઉઘરાવાની પુરેપુરી સત્તા હતી જેમાં ઉઘરાવેલ વેરા પૈકી સરકારના નિયમ સમયમાં ભરવાની જવાબદારી કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોની જોય છે પરંતુ ડિરેકટરો દ્વારા 2008-2014 સુધીમાં કુલ 33,39,16,786/- ની ગફલત થયું હોવાનું બહાર આવ્યું છે. જેમાં કંપનીની પૈસા ખાવાની નીતિ સામે આવી હતી.
જેથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ આ અર્થે તપાસ હાથ ધરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓ :-
(1)ચીમનભાઈ કરસનભાઈ પટેલ રહે, 275 જાગિરધર સ્ટ્રીટ, પલસાણા, સુરત
(2) જેકીશન ઠાકોરભાઈ પટેલ, રહે, પટેલ ફળિયું પલસાણા, સુરત
(3) કેતનકુમાર ચીમનભાઈ પટેલ 275, જાગિરધર, પલસાણા, સુરત
(4) મોહંમમદ શોએબ ઇસ્માઇલ શેખ, રહે, કામરેજ સુરત
અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલમાંના આ ચારેય ડિરેકટરોની આગળની તપાસ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે શરૂ કરી દીધી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ.