કોરોના સંક્રમણ દરમિયાન લુપિન ફાઉનડેશન દ્વારા પી.પી.ઈ કીટ, એન્ટિજન ટેસટિંગ કીટ, માસ્ક, સૅનેટાઇઝર, થર્મલ સ્કેનિંગ ગન, પલ્સ ઓક્સિમીટર, તથા કોવીડ સ્મશાન ગૃહને શેડ બનાવી આપવાની કામગીરી હાથ ધરી હતી.
લુપિનના આદ્યસ્થાપક ડો. દેશબંધુ દાસ ગુપ્તાના નિર્વાણ દિનને સેવા દિન તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે લુપિન લી. અંકલેશ્વર દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ ખાતે રૂ.25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટની અર્પણવિધિ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે અર્પણવિધિ કરવામાં આવી હતી અને સાથે નેત્રંગ ખાતે કૌશલ્ય વર્ધન કેન્દ્રનું મંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચ જિલ્લા કલેકટર ડો. એમ ડી મોડિયા તથા અધિકારીઓ, દૂધધારા ડેરીના પ્રમુખ ધનશ્યામ પટેલ, કમલેશ ઉદાણી, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, સામાજિક અગ્રણી ગજેન્દ્ર પટેલ હાજર રહીને લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરૂચ.