અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના લીધે અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા છે.
આ અગાઉ પણ આવા બનાવો અનેક વખત બન્યા છે. ઘણા જળચર પ્રાણીઓ સહિત પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે. પાણીમા ખુલ્લેઆમ પાણી છોડવામા આવે છે જેનાથી મનુષ્યના સ્વાસ્થ્યને પણ ઘણુ નુકશાન પહોંચે છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશભાઇ પરમારની ફરિયાદના અનુસંધાને જીપીસીબી ઘટના સ્થળે તપાસ કરી છે. જોકે દરેક વખતે તપાસ થાય છે અને ઘટનાઓ બનતી જ રહે છે. લેખિત અને મૌખિક અનેક ફરિયાદો/રજૂઆતો બાદ પણ ગુનેગારો કોણ એ પણ જાણી શકાતું નથી જેથી ગુનેગારોને કોઈ સજા થતી નથી અને આ જ કારણે કાયમી ઉકેલ આવતો નથી.
રિધ્ધી પંચાલ, ભરુચ.
Advertisement