ભરૂચ જિલ્લામા આજે સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે ત્યારે બપોરના સમયે અંકલેશ્વર ખાતે આવેલ વાલિયા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, ટ્રાફિક પોલીસ સ્થળ પર ન હોવાને કારણે ચક્કજામના થયો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ વાલિયા ચોકડી શહેરની વચ્ચોવચ હોય અને જી.આઈ.ડી.સી. તરફ જવાનો રસ્તો વાલિયા ચોકડીથી જ હોવાને કારણે મોટા મોટા કન્ટેનર અને અન્ય ગાડીઓથી વિસ્તારમાં ચક્કજામ થઇ ગયો હતો અને લોકો બેફામ રીતે પોતાની ગાડીને કાઢવા માટે રસ્તો શોધી રહ્યા હતા જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધી જવા પામી હતી.
પરંતુ ચક્કજામ વચ્ચે જાણે ટ્રાફિક પોલીસનો કોઈ અતોપતો જ ના હોય તેમ કોઈ કે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ વાલિયા ચોકડી પર હાજર રહ્યા ન હતા જેથી સ્પષ્ટપણે ચક્કજામ ટ્રાફિક ખોલવાના અવ્યવસ્થાને કારણે સર્જાયું હોય તેવી ચર્ચાઓ થઇ રહી હતી.
વિકસિત નગર તેના મુખ્યમાર્ગ પર રહેતી ટ્રાફિક, અવાજ પ્રદુષણ અને અકસ્માતની સમસ્યાથી બેહાલ બન્યું છે. સતત લોકોની આવનજાવનથી વ્યસ્ત રહેતા આ માર્ગે સંકળાસના કારણે કાયમી ટ્રાફિક સમસ્યા રહેતી આવી છે. જેમાં વાહનચાલકોના સમય શક્તિનો વ્યય થતો રહે છે. દરરોજ થતા ટ્રાફિકજામથી હોર્ન વગાડતા વાહનો અને ધુમાડા ઓકતા તેના એન્જીનથી અવાજ અને વાયુ પ્રદુષણ ફેલાય છે. સાથે તંત્રની બેદરકારીણે કારણે પણ ટ્રાફિક જામ થવાના દ્રશ્યો સર્જાતા હોય છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ.