Proud of Gujarat
GujaratFeaturedINDIA

ફાધર્સ-ડે પર જ બની ઘટના : સગીર પુત્રી પર પિતાએ બગાડી નજર, દીકરીની આપવીતી સાંભળી માતા સ્તબ્ધ.

Share

ગઇકાલે 20 જુનના રોજ ફાધર્સ ડે મનાવવામાં આવ્યો હતો, દરેક દીકરી તેના પિતા પર મન મુકીને વિશ્વાસ કરતી હોય છે પરંતુ ફાધર્સ ડે ના દિવસે જ પિતા- પુત્રીના સંબંધોને કલંકિત કરતો અંકલેશ્વરનો કિસ્સો સામે આવ્યો હતો. રાત્રીના સમયે સગીર પુત્રી પર પિતાએ રાત્રે દુષ્કર્મનો પ્રયાસ કરતા પત્ની જાગી જતા પતિ ગભરાઈ ગયો હતો. આખી રાત માતા પુત્રીને બીજા રૂમમાં લઈને જાગતી રહી હતી. સવારે પુત્રીની આપવીતી સાંભળી માતા પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. માતાએ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેરને જોડતા માર્ગ પર પ્રતિષ્ઠિત કંપનીની કોલોની નજીક શ્રમજીવી પરિવારની દીકરી જોડેની ઘટના સામે આવી છે. ગત 18 મી જૂનની રાત્રીના જમીને પરિવાર 5 દીકરા-દીકરી જોડે માતા અને નરાધમ પિતા સૂતો હતો રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં દિકરીને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી નરાધમ પિતાએ દુષ્કર્મ આચરવાના કોશિષ કરી રહ્યો હતો ત્યાં તેની પત્ની જાગી જતા પિતાને પુત્રી જોડે કઢંગી હાલતમાં જોઈ લીધી હતી અને તેવો આ જોઈ બેઠા થતા નરાધમ પિતા પુત્રી પરથી ખસી ગયો હતો અને માતા કંઈપણ કહ્યા વગર પુત્રીને લઇ બાજુના રૂમમાં સુવાડી દીધી હતી અને પોતે દરવાજા આગળ સૂતી રહી આખી રાત જાગીને વિતાવી હતી.

Advertisement

સવારે પતિ ઢોર ચરવા જતા માતાએ પુત્રીને પુછતા પોતાની આપવીતી કહેતા જ માતા પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. છેવટે નરધમ પિતા વિરુધ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

રિધ્ધી પંચાલ, ભરુચ.


Share

Related posts

શહેરા: બોરડી ગામની દુધમંડળીના સેક્રેટરીએ ૨૨ લાખની કરી ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

આજરોજ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ATG ટાયર કંપનીમાં કામ કરતા કામદારોને લોક ડાઉનનાં સમયનો પગાર ના મળતા રોડ પ્લાન્ટ બંધ કરીને રોડ પર ઉતર્યા હતા .

ProudOfGujarat

ઝઘડિયાના અછાલિયા દુધ મંડળી ખાતે દુધધારા ડેરી આયોજિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!