Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વર : ૧૦૮ ખરોડ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા અંસાર માર્કેટ નજીક રહેતા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

Share

આજરોજ તારીખ ૧૯/૬/૨૧ રાત્રે ૦૦:૪૧ કલાકે કોલ મળતાની સાથે ખરોડ ૧૦૮ એમ્બ્યુલન્સ અંસાર માર્કેટ પહોંચતાં રંજુદેવી દીનાનાથ રાવતના સંબધીઓ જણાવેલ કે રંજુદેવીથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે ‍૧૦૮ ઇ એમ ટી અક્ષ્યભાઈ અને પાઇલોટ કલ્પેશભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરૂરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચીને દુખાવો વધારે હોવાથી ૧૦૮ મા લઇને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં. ત્યારે રસ્તામા ઈ. એમ.ટી. અક્ષ્યભાઇને ડીલીવરીનાં લક્ષણો જણાતા પાયલોટ કલ્પેશભાઈને એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં રાખવાનું જણાવ્યું ત્યારે ઇએમટી અને પાયલોટ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની જરૂરીયાત સર્જાઇ હતી. અમદાવાદ ૧૦૮ આોફિસમા બેઠેલા ડોક્ટરની સલાહ લઇને સફળ ડિલિવરી કરાવેલ, રંજુબેનને ટવિન્સ બેબીનો જન્મ થયો હતો.

રંજુબેન ટવીન્સ બેબીના જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમા ખુશીનો મોહોલ જોવા મળ્યો. રંજુબેન અને બાળકને વધુ સારવાર માટે સેવા રૂરલ ઝઘડિયા દવાખાને ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સની ટીમ ની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ ના ઇ એમ ટી અક્ષયભાઈ તેમજ પાઇલોટ કલ્પેશભાઈ ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર તકેદારીના ભાગરૂપે પોલીસ ચેકિંગમાં 40 ધંધાર્થીઓ દંડાયા

ProudOfGujarat

નેત્રંગ પોલીસ દ્વારા પંથકમાં રીક્ષા દ્વારા જાહેર જનતાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

એલ આર ડી મુદ્દે નીતિન પટેલ ના નિવેદન સામે રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ નો વળતો જવાબ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!