Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે પારડી ગામ ખાતેથી રૂ. 90,520 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ : 4 ફરાર.

Share

ભરૂચ જિલ્લામાં અને જીલ્લાની બહાર થતી દારૂ જુગારના ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ સક્રિય બની છે.

અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પાના પત્તાનો જુગાર રમતા ખુલ્લા ખેતરમાં આરોપી નામે મુકેશભાઇ સવજીભાઇ તેજાણી રહે સુરત, નિલેશભાઈ હંસરાજ પવાર રહે અરીઠા પાડર માંડવી, મુકેશભાઈ દિનેશભાઈ કોળી પટેલ રહે રેટ ફાટક ફળિયું માંડવી એક મોટરસાયકલ નંબર gj ૧૬ Ag ૪૭૬૮ નામઠામ જણાવેલ નથી થતા એક પેશન પ્રો મો. સા. ન GJ AM ૯૪૨૧ પોતાની મોટર મુકી આરોપીઓ જાહેરમાં ખુલ્લા પાના પત્તાનો જુગાર રમતા હોય તેમની અંગજડતીનાં રૂ. ૧૫૨૨૦ તથા બે મોબાઇલ કિંમત રૂપિયા ૧૬,૫૦૦, મોટરસાયકલ 52,000 મળી કુલ રૂ.90,520 નાં મુદ્દામાલ સહિત આરોપીઓની ધરપકડ કરી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવતા ઈસમોને જાણ થતા ચાર ઈસમો ગામની બાજુમા આવેલ શેરડીના ખેતર બાજુથી નાસી છૂટ્યા હતા જેઓને ધરપકડ કરવાની કામગીરી અંકલેશ્વર રૂરલ પોલીસે હાથ ધરી હતી અને અન્ય ત્રણ ઈસમોની ધરપકડ કરી પૂછપરછની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

શહેરા બસ સ્ટેશન પાસે રમાતા જુગાર ધામ પર પોલીસનો દરોડો ૧૮જુગારીઓ પકડાયા

ProudOfGujarat

રાજપારડી-નેત્રંગ રોડ પર ખેતરમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

ProudOfGujarat
error: Content is protected !!