સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. જોકે આ મોરનું મોત અજાણ્યા વાહન ચાલકની અડફેટે થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે નંબર 48 દિન-પ્રતિદિન અકસ્માત માટે ચર્ચામાં હોય છે. બેફામ અને ગફલત ભરી રીતે ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહન હંકારતા વાહનચાલકોને પગલે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન અકસ્માતની સાથે સાથે હવે મૂંગા પશુઓ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજરોજ રાષ્ટ્રીય પક્ષી મોરનું પણ અજાણ્યા વાહન ચાલકને અડફેટે મોત નીપજયું હોવાની ચર્ચાએ જોર પકડતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે.
Advertisement