Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવનિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું મા.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટલેનાં હસ્તે કરાયું ઇ લોકાર્પણ.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવ નિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ મા.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટલેના વરદ હસ્તે કરાયું. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિડિઓ કોલના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાય સમયથી સુરવાડી ફાટકને કારણે લોકોને ઘણી સમસ્યાઓ થતી હતી સમયનો વેડફાટ, ટ્રાફિક જામ જેવી ઘણી સમસ્યાઓ જોવા મળતી હતી. અવારનવાર આકસ્મિત ઘટનાઓ પણ સામે આવતી હતી તેથી અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટિયાને સુરવાડી માર્ગ ઉપર સુરવાડી ફાટક પર બ્રિજનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતો જેથી લોકોને વર્ષોથી થતી સમસ્યાઓ હવે આવનારા સમયમાં ન થાય. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે વર્ચ્યુઅલ રીતે બ્રિજ ખુલ્લો મુકાયો હતો.

1100 મિટરનો બનેલો આ બ્રિજ ગડખોલ રેલવે ફાટક પર 84 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ બ્રિજ ખુલ્લો મુકાયો હતો જેના થકી લગભગ દોઢ લાખ લોકોને લાભ મળશે. જેમાં ભરૂચથી અંકલેશ્વર, હાંસોટ, ઓલપાડ અને સુરત તરફ જતા વાહનોને હવે રેલવે ફાટક પર ટ્રાફિકનો સામનો કરવો પડશે નહિ. પરંતુ વર્ષોથી બનતો આવેલ આ બ્રિજ હાલ એક જ તરફનો નિર્માણ પામીને ખુલ્લો મુકવામાં આવ્યો છે હજુ સુરત તરફ જોડતા માર્ગના રસ્તાનું કામ હજુ પૂર્ણ થયું નથી એટલે હવે જોવું રહ્યું કે બાકીનું કામ કેટલા સમયમાં પૂરું થશે અને શું ઇલેક્શન પહેલા તેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને શા કારણે બ્રિજ પૂરો બન્યો નથી છતાં લોકાર્પણ કરવામાં આવ્યું તેવા સવાલોની ચર્ચા થઇ રહી છે.

Advertisement

લોકાર્પણ કાર્યક્રમમાં રા.ક.મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત જિલ્લા કલેકટર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિધ્ધી પંચાલ, ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરના જુના કાંસિયા ગામે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો : આરોપી ફરાર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામે ગેઇલ ઈન્ડિયા કંપની દ્વારા એલ.પી.જી. નાં જોડાણો આપવામાં આવ્યા હતા.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વમાં પતંગબાજીના શોખે ૧૬ લોકોનાં ભોગ લીધા ગુજરાતમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!