Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી 4.33 લાખની ચોરી મામલે જીઆઇડીસી પોલીસે પુત્રની કરી ધરપકડ.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શુભ લક્ષ્મી સોસાયટીના મકાનમાં સાડા ચાર લાખ ઉપરાંતની ચોરી સંદર્ભે જીઆઇડીસી પોલીસે ઘર માલિકના પોતાના અનિકેત અશોકભાઈ હાતિમ નામે પુત્રની ધરપકડ કરી છે. આ પુત્ર 12 કોમર્સ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં બેરોજગાર હોવાનું જાણવા મળ્યું છે હાલ તો જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં જોગર્સ પાર્ક વિસ્તાર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા અર્પણાબેન અશોક હાતિમએ પેટી પલંગમાં સોના- ચાંદીના દાગીના અને રોકડ મૂકી હતી. તેમના પતિ અશોકભાઈને 20 હજાર રૂપિયાની જરૂર પડતા તેવો રૂપિયા કાઢવા ગયા હતા તે દરમિયાન રૂપિયા ના મળતા તેઓ તપાસ કરતા પોટલુંવાળી મૂકેલા સોના-ચાંદીના દાગીના પણ ન હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 4.33 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોસાયટીમાં રહેતાં અર્પણાબેન હાતિમે તેમના મકાનના પેટીપલંગમાં 20 હજાર રૂપિયા રોકડા અને સોના તથા ચાંદીના દાગીના મુકયાં હતાં.

Advertisement

ગતરોજ રાત્રિના સમયે તેમના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો પેટીપલંગમાં રાખેલી રોકડ રકમ અને ઘરેણા ઉઠાવી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભમાં તેમણે 4.33 લાખ રૂપિયાની ચોરી અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે ઘરમાં તેમના સગા પુત્રએ જ ચોરી કરી હોવાની આશંકા વ્યકત કરી છે. હાલ તો જીઆઇડીસી પોલીસે પુત્રની પુછપરછ કરવાની કવાયત હાથ ધરી હતી જેમા પુત્ર 12 કોમર્સ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં બેરોજગાર હોવાનું જાણવા મળ્યું છે હાલ તો જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ સુપર માર્કેટ ખાતે જર્જરીત ગેલેરી નો ભાગ ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં

ProudOfGujarat

રાજપીપળા : વસંતના આગમન ટાણે નર્મદામાં ચારે બાજુએ હાલ કેસુડા પૂરબહારમાં ખીલી ઉઠયા

ProudOfGujarat

અમદાવાદ RTO દ્વારા શાળા બહાર યોજાઈ ત્રીજી વખત ટ્રાફિક ડ્રાઈવ-પશ્ચિમ વિસ્તારની 12 સ્કૂલો પર 12 ટીમ દ્રારા કરવામાં આવી રહી છે કામગીરી…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!