Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વરના માંડવા ગામે દારૂના નશામાં ત્રણ મિત્રો વચ્ચે ઝઘડો થતાં બે ઈજાગ્રસ્ત થયા : એકનુ કરુણ મોત.

Share

અંકલેશ્વરના માંડવા ગામે રીક્ષા સ્ટેન્ડ નજીક ત્રણ મિત્રો દારૂના નશામાં હતા તે દરમિયાન કોઇ કારણોસર ત્રણે વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં બે સગા ભાઈ નામે રાજેશભાઈ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ ૩૫ તથા તેનો ભાઈ સુરેશ રમેશ પટેલે અનિલ રણછોડ પટેલ ઉપર ચપ્પુથી હુમલો કરતાં અનિલને છાતી અને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ તેઓને મરણ જાહેર કર્યો હતો જેના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભરૂચ જિલ્લામાં મારામારીની ઘટનામાં અત્યાર સુધીના બનાવો એક જ મહિનામાં વધુ પ્રમાણમાં નોંધાયા છે ત્યારે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે વધુ એક ઘટનામાં દારૂના નશામાં ત્રણ મિત્રો બાખડતાં એકની હત્યા થઈ ગઈ હતી જ્યારે હુમલાખોર બે ભાઈને પણ ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હુમલાખોર બંને ભાઈને પણ મોઢાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે ભરૂચ સિવિલ ખાતે ખસેડ્યા હતા.

સિવિલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલમાં લવાતા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દારૂની દુર્ગંધથી ફરજ પર હાજર તબીબો પણ ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

Advertisement

Share

Related posts

જંબુસર ખાતે આંગડિયા પેઢીના કર્મચારીને છરાની અણીએ લૂંટનારા ત્રણ લૂંટારુ ગણતરીના કલાકોમાં ઝડપાયા, બે લૂંટારુ સરનાર ગામના તો અન્ય એક સુરતનો નીકળ્યો

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં ઝાંખરડા, બોરસદ, દેગડીયા, ડુંગરીનાં ખેડૂતોએ ખેતી વિષયક વીજ તાર ચોરાયા અંગેની રજુઆત માંગરોળનાં કાર્યપાલક ઈજનેરને કરી.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચીથી સરદારપુરા રોડ, ઝઘડીયા, જી.આઈ.ડી.સી. ને જોડતો સી.સી.રોડ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!