ભરૂચ જિલ્લામાં અવારનવાર ચોરી, મારામારી અને લૂંટના ગેરકાનૂની કામો ઘણા થતા દેખાઈ રહ્યા છે કોરોના કાળ બાદ લોકો બેકાર બનતા ગેરમાર્ગે જવા મજબુર બન્યા છે. તેવામાં જ અંકલેશ્વરના બે ગામોમાંથી સોના અને ચાંદીના દાગીના સહીત લાખો રૂપિયાની ચોરી થઈ હતી.
મળતી માહીતી અનુસાર અંકલેશ્વરમાં આવેલ ગડખોલ પાટિયા અને પીરામણ એમ બંને ગામોમાં ચોરી થઈ હતી. ગડખોલ પટિયા ખાતે ઓમ સાંઈ રેસીડેન્સીમાં રહેતા રમેશભાઈ રામ સુરતપાલનું મકાન બંધ હતું ત્યારે તસ્કરોએ મકાનના નકુચા તોડીને ઘરમાંથી સોનુ ચાંદી સહિત 1.64 લાખની મત્તાની ચોરી કરી હતી અને બીજી તરફ પીરામણ ગામ ખાતે પણ બંધ મકાનના નકુચા તોડિને સોનું ચાંદી અને 1.93 લાખના મત્તાની ચોરી કરી હતી. આમ બંને જગ્યાએ મળીને કુલ 3 લાખ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે જેથી આસપાસ રહેતા વિસ્તારોમાં ચોરીનો ભય લાગી રહ્યો હતો. બંને ચોરી એક જ તસ્કરો દ્વારા કરવામાં આવી છે તેવું અનુમાન હાલ લગાવામાં આવી રહ્યું છે. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ : ગડખોલ અને પીરામણ ગામ ખાતે લાખોની ચોરી…
Advertisement