Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેરમાં ચોરીની વસ્તુઓ વેચવા રિક્ષામાં ફરતા બે ઈસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસે મહાવીર ટર્નિંગ નજીક રિક્ષામાં ચોરીના મોબાઈલ ફોન, લેપટોપ, ઘડિયાળ વેચવા ફરતા બે ઈસમોને ઝડપી પાડી કુલ 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રિક્ષા નંબર-જી.જે.19.યુ.0867માં ચોરીના ફોન સહિતની અન્ય વસ્તુઓ વેચવા માટે બે ઇસમો ફરી રહ્યાં છે. જેવી બાતમીના આધારે શહેર પોલીસે મહાવીર ટર્નિંગ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતાં તેમાંથી સાત મોબાઈલ ફોન, એક ઘડિયાળ, એક લેપટોપ મળી આવ્યું હતું. જે અંગે પોલીસે રિક્ષામાં સવાર બંને ઈસમોની પૂછપરછ કરતાં તેઓએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેઓની અટકાયત કરી હતી અને મોબાઈલ ફોન તેમજ એક ઘડિયાળ, એક લેપટોપ મળી કુલ 1.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મૂળ યુપીના અને હાલ ચંડાલ ચોકડી નજીક રહેતા રોહિત દિનેશ સિંગ તેમજ રોનક સુનિલ ચૌધરીને ઝડપી પાડી બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : માછીમારી સમાજ દ્વારા વિવિધ માંગો સાથે લોક અધિકાર યાત્રા યોજી કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ગુજરાત સરકાર પેપરલીકને લઈ કડક કાયદો લાવશે, પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે અંજલી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા ત્રણ શખ્સોને ૪૮ હજારના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!