પર્યાવરણી સુરક્ષા અને જાળવણી માટે જાગૃતિ આવે તે માટે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઔદ્યોગિક એકમોને પણ પર્યાવરણ અંગે જાગૃત કરવામાં આવે છે પરંતુ ઔધોગિક એકમોનું પર્યાવરણને નુકશાન પહોંચાડવાનું કૃત્ય હજુ ચાલુ જ છે.
ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર એ કંપનીઓ સ્થિત તાલુકો છે જેમાં અવારનવાર કેમિકલ લીક થવાની, ઝેરી ધુમાડાઓથી, હવા પ્રદુષણ થવાની ઘટનાઓ સામે આવી રહેતી હોય છે. 5 જૂનને આપણે પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છે જેથી લોકોમાં પર્યાવરણ રક્ષણ માટે જાગૃતિ આવે અને લોકો તેનું રક્ષણ કરે પણ અંકલેશ્વર તાલુકાના જીઆડીસીમાં આવેલ યુ.પી.એલ કંપની નજીક આવેલ એક ડ્રેનેજ લાઈનમાંથી રંગીન પાણી/કેમિકલ ખુલ્લેઆમ રસ્તા ઉપર ઉભરી આવ્યું હતું જે નુકશાન કરી હતું. આમ ખુલ્લેઆમ વહેતા કેમિકલના કારણે આસપાસના વિસ્તારને ઘણું નુકશાન પહોંચે છે. જેથી જમીન દુષિત થાય છે સાથે આજ પાસ રહેલા વૃક્ષઓને પણ ભારે નુકશાન પહોંચે છે. બેદરકારી શા કારણે સર્જાઈ હતી તે તથ્ય હજુ સામે આવ્યું નથી. પર્યાવરણ જાગૃતિ અંગે દરેક કંપની સામે અમુક નિયમો લગાવવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો પણ પાણી ફેરવાઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.
અંકલેશ્વર જીઆઈડીસી માં પર્યાવરણ દિવસ પહેલા જ ઔદ્યોગિક એકમો પર્યાવરણને નુકશાન પહોંચાડવાનું કૃત્ય યથાવત.
Advertisement