Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે સફાઇ કર્મચારીઓને કરાવવામાં આવ્યું ભોજન.

Share

કેન્દ્ર સરકારના સાત વર્ષની ઉજવણીના ભાગરૂપે સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં જેના ભાગરૂપે અંકલેશ્વરમાં સફાઇ કર્મચારીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મંત્રી નિશાંત મોદી અને નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જશુ ચૌધરી, નગર પાલિકાના કારોબારી ચેરમેન સંદીપ પટેલ તેમજ નોટિફાઇડ એરિયા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તો આવી જ રીતે વાલિયા તાલુકા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એન.ડી.એ સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારના સાત વર્ષ પૂર્ણ કરીને આઠમાં વર્ષમાં મંગળ પ્રવેશને સેવા સંગઠન સપ્તાહ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે વિવિધ પ્રજાલક્ષી સેવાકીય કાર્યો કરાઇ રહયાં છે. ભરૂચ જિલ્લા ભાજપ અને અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપ તરફથી લાયન્સ સ્કુલ તથા બીએપીએસ સ્કુલમાં સફાઇ કર્મચારીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બંધ પડેલા જાહેર શૌચાલય અને સ્નાન ગૃહ કાર્યરત કરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંદીની નિષ્ફળતા અંગે જલદ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

વડોદરા : બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા આરોપીઓને ગુનાના રિકન્ટ્રક્શન અર્થે કરજણ લાવવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!