Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં બાકરોલ ગામે 30 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો : આપઘાતનું રહસ્ય અકબંધ.

Share

અંકલેશ્વરના બાકરોલ ગામે 30 વર્ષીય ગળે ફાંસો લગાવી આપઘાત કરી જીવન ટૂંકાવી હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે મેલડી માતા મંદિર ફળીયામાં 30 વર્ષીય નીતિન પ્રભાત ભાઈ વસાવા ગતરોજ રાત્રી પોતાના ઘરે હતા તે દરમિયાન મોડી રાત્રીના પંખાના હુક ઉપર દુપટ્ટા વડે ફંડો બનાવી આપઘાત કરી મોતને વ્હાલે થયા હતા. સવારે 6 કલાક બાદ પરિવારના સભ્યો જયારે રૂમમા ગયા તો નીતિન આપઘાત કરી લટકેલી હાલતમાં નજરે પડ્યો હતો જે જોતા જ પરિવારજનો તાલુકા પોલીસ મથકે જાણ કરતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો.

આશાસ્પદ યુવાને રાત્રીના દુપટ્ટાનો ફંડો બનાવી છત પંખા હુક લગાવી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોમાં આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી. પ્રાથમિક અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. ત્યારે નીતિનએ કયા કારણસર આપઘાત કયો તે અંગે પરિજનો આઘાતમાં સરી પડતા હાલ પૂરતું કઈ જણાવ્યું ના હતું ત્યારે યુવાને આપઘાત કેમ કર્યો તે અંગે વધુ તપાસ કરવા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાથી મુંબઈ સુધીના એક્સપ્રેસ વે ના નિર્માણ અર્થે સંપાદિત જમીનના ખેડૂતોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારનું રણસીંગુ ફુક્યું.જાણો કેમ?

ProudOfGujarat

અંકલેશ્વરના સમાજસેવી અનિલ શુક્લાની ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરપ્રાંતિય સેલના કન્વીનર તરીકે નિમણૂક કરાઇ

ProudOfGujarat

સુરત : જાહેરમાં માછલીનું વેચાણ કરતાં ધંધાર્થીઓનો મનપા દ્વારા સફાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!