Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે ૪૦ વર્ષીય યુવકે ટ્રેન સામે આવી આપઘાત કરતા ચકચાર…

Share

ભરૂચ જિલ્લામાં આપઘાતના કિસ્સાઓ ઘણા સામે આવતા હોય છે તેવો જ એક કિસ્સો આજરોજ બન્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ ગડખોલ પાટિયા પાસે અજાણ્યા ઇસમે ટ્રેન સામે આવીને પોતાનું જીવન ટૂંકાવી આપઘાત કર્યો હતો.

મળતી માહીતી અનુસાર આજરોજ સવારના સમયે ભરૂચના અંકલેશ્વર વિસ્તારના ગડખોલ પાટિયા પાસે એક અજાણ્યા ૪૦ વર્ષીય યુવક અચાનક ટ્રેન સામે ઉભો રહ્યો હતો અને સામેથી આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ફંગોળાઇ ઈસમે પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

Advertisement

ઘટના અંગેની જાણ રેલવે પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી, તો બીજી તરફ ઘટનાની જાણ થતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા, સાથે જ અચાનક બનેલ ઘટનાને લઈ લોકોમાં ચકચાર મચી પણ જવા પામી હતી. હાલ આ ઈસમ કોણ હતો, ક્યાંનો હતો અને શા કારણે આ પગલું ભરવું પડ્યું છે તમામ બાબતો પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે. હાલ તો રેલવે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ:શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો…

ProudOfGujarat

ખેડા : બસની ટીકીટ મશીનમાં ફોલ્ટ થતાં મુસાફરો અટવાયા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કેટલો વરસાદ અને જિલ્લામાં કયો તાલુકો વરસાદમા મોખરે જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!