Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નવા એસ.ટી ડેપો પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત : કાર ચાલક ફરાર…

Share

ભરૂચ શહેરના અંકલેશ્વર વિસ્તારમાં આજરોજ મોટી હોનારત સર્જાઈ હતી જેને પગલે લોકોમાં ચકચાર મચી હતી. અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આવેલ નવા એસ.ટી ડેપો પાસે એક બાઈક અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ટક્કર થઈ હતી જેને કારણે કાર ચાલક ગભરાઈ જતા કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

આજરોજ ભરૂચના અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે નવા એસ.ટી ડેપો સામે આવેલ રોશન સોસાયટીમાંથી એક બાઈક ચાલક બહાર નીકળી રહ્યો હતો તે સમય દરમિયાન એક સ્વીફ્ટ કાર ચાલાક સ્પીડમાં આવીને બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો જેને કારણે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો હતો. એકાએક લોકોમાં હોબાળો થતાં લોકો એકત્ર થવાને કારણે કાર ચાલક ગભરાયને પોતાની ગાડી ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજરોજ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2371 થઈ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડા ખાતે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો બાબતે આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!