Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સહયોગ હોટલ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

Share

આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના ને.હા ૪૮ ઉપર સહયોગ હોટલ નજીક એક ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી, અકસ્માતમાં ટ્રકની કેબીનમાં સવાર ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ ક્લીનર ફસાઈ જતા ૧૦૮ એમ્બ્યુલસના કર્મીઓની મદદથી તેનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાના પગલે એક સમયે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે અંકલેશ્વર શહેર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ વાહનોને સાઈડ ઉપર કરી ટ્રાફિકને હળવો કર્યો હતો સાથે જ મામલા અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ને.હા ૪૮ પર આવેલ એક શોપિંગમાંથી ATM મશીન ચોરી કરી ફરાર થયેલ ઇસમો સીસીટીવી માં કેદ.

ProudOfGujarat

ભરૂચના આમોદ અને જંબુસરના રોડના કામોનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

અંકલેશ્વર:ગડખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!