જિલ્લામાં ગેરકાનૂન માલની હેરફેરની અસામાજિક પ્રવૃતિઓ ઘણી સામે આવતી હોય છે જેને પગલે જિલ્લા પોલીસ એલર્ટ થઈ હરકતમાં આવ્યું છે જેથી જિલ્લામાં ચાલી રહેલા ગેરકાનૂની પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવે.
ભરૂચ એલ.સી.બી. નાં પોલીસ ઇન્સપેકટર જે .એન.ઝાલાનાં માર્ગદર્શન અનુસાર પ્રયત્ન હાથ ધરતા એલ.સી.બી. ની ટીમને મળેલ બાતમી અનુસાર અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલ પરિવાર હોટલનાં પાર્કિંગ એક ટ્રક ઉભી હતી પોલીસને શંકા થતા વધુ તપાસ કરતા ટ્રક નંબર MP-09-HF-9507 માંથી કુલ રૂપિયા 29,00,300/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત 2 આરોપી (1) ધર્મેન્દ્રસિંહ દેવીસિંહ તોમર, રહે.જી. બડવાની, મધ્યપ્રદેશ (2) પ્રિતેશ રાધેશ્યામ કેવટ, રહે. બડવાની, મધ્યપ્રદેશને કબ્જે કરવામાં આવ્યા હતા. જેમની આગળની કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પોલેસ સ્ટેશમમાં સોંપવામાં આવી છે અમે મુદ્દામાલ ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ ચાલુ કરવામાં આવી છે.