જિલ્લામાં પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ હાલ ઘણી સામે આવી રહી છે. જેમાં આજરોજ અંકલેશ્વર શહેર પોસ્ટ વિસ્તારમાં મળેલ બાતમીને આધારે જાણવા મળેલ છે કે રાજપીપલા ચોકડી નજીક આવેલ અથર્વી આર્કેડની પાછળ આવેલ બાવળની ઝાડીમાં કેટલાય ઈસમો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમાડે છે ત્યારે મળતી બાતમીને આધારે પોલીસ દ્વારા રેડ કરતા સ્થળ પરથી 6 જેટલાં આરોપી (1) ફારૂક ઇબ્રાહિમભાઈ મુલતાની (2) દિલીપ શાંતિલાલભાઈ પરમાર (3) ચિરાગ મોહનભાઈ પટેલ (4) જગદીશ વિઠ્ઠલભાઈ શુક્લા (5) મુનાફ ગુલામ મહમદ મન્સૂરી (6) યોગેશ મોહનભાઈ પટેલ, જેઓના અંગ ઝડતીમાંથી તથા દાવ પરથી રોકડ રૂપિયા 24880/- તથા મોબાઇલ 6 નંગ રૂપિયા 32,500/- મળી કુલ રૂપિયા 57,380/- ના મુદ્દામાલ તથા જુગાર રમવાનાં સાધન સાથે પકડાયા હતા. જે આરોપીઓને અટક કરી જુગાર ધારા કલમ 12 અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 51(બી) તથા ઘી એપેડેમિક ડિસિઝ એક્ટ 1897 ની કલમ 3 તથા જી. પી એક્ટ કલમ 139 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમનારા 6 ઈસમોને ઝડપી પાડયા.
Advertisement