Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં એન.સી.ટી.એલ કંપની પાસેથી ગૌ માસનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.

Share

અંકલેશ્વરના ઉમરવાડા રોડની એન.સી.ટી.એલ કંપની નજીકથી વાનમાં શંકાસ્પદ ગૌ માસનો જથ્થા લઇ જતાં બે ઈસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપરથી મારુતિ વાનમાં ગૌ માસનો જથ્થો લઈ બે ઇસમો પસાર થવાના છે તેવી બાતમીના આધારે શહેર પોલીસ મથકનો સ્ટાફ એન.સી.ટી.એલ કંપની પાસે અટકાયત કરી હતી અને તેમાં તપાસ કરતાં તેમાંથી અંદાજિત 100 કિલો જેટલો શંકાસ્પદ ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારના મુલ્લાવાડમાં રહેતા અકરમ શબ્બીર કુરેશી અને મહમદ મુક્તિયાર ઇબ્રાહિમ કુરેશીની ધરપકડ કરી ગૌ માસનો જથ્થો કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-વિરોધ કરનારા લોકો પર થઇ પોલીસ ફરિયાદ-પાલિકા પ્રમુખ જ પોતાના વોર્ડ માં અસલામત…

ProudOfGujarat

ભરૂચ : આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ લેવા ગામે ગામ લોકોની પડાપડી, વિધાનસભા ચૂંટણીના સમીકરણો બદલી શકે.

ProudOfGujarat

રાજપીપળામાં શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે 72 માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!