Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામની સીમમાંથી ભરૂચ એલ.સી.બી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામની સીમમાં ગામના બુટલેગર સતીશ ચંદુભાઈ વસાવાનો વિદેશી દારૂનો જથ્થો ઠલવાઇ રહ્યો છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનરમાંથી વિદેશી દારૂની 9636 નંગ બોટલ અને રોકડા તેમજ મોબાઈલ ફોન મળી કુલ 23.36 લાખથી વધુના મુદ્દામાલ સાથે સુરતના ડિંડોલીની માનસી રેસિડેન્સીમાં રહેતા કન્ટેનરના ચાલક તારકનાથ ભવાનીપ્રસાદ સિંગને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા અંગે પુછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો સેલવાસના આલમ હુસેને સતીશ વસાવાને વેચાણ અર્થે મોકલાવ્યો હોવાનું જણાવતા પોલીસે પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગની બેંકોમાં જનધન યોજનાનાં રૂ.500 મેળવવા લોકોની લાઈનો લાગી.

ProudOfGujarat

ગુજરાતીઓ આનંદો-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત થઇ રહ્યો છે વધારો….

ProudOfGujarat

અંકલેશ્વર- મેઘરાજાએ કરી એન્ટ્રી,બાળકોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!