અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખ પદે રહેનાર સાથે જ વોર્ડ નંબર ૧ ના પૂર્વ સભ્ય રહી ચૂકેલા કલ્પેશ તેલવાલાએ પોતાના જ પક્ષ સામે બાયો ચઢાવી હોય તેમ સોશિયલ મિડિયા ઉપર પોસ્ટ મૂકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા.
કલ્પેશ તેલવાલાએ સોશિયલ મિડિયામાં પોતાના એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકી લખ્યુ હતું કે “ખબર હતી કોરોનાની બીજી લહેર ફરી આવશે, સમય પણ હતો એક વર્ષનો, લોકોએ મોદીમાં ફંડ પણ છુટ્ટા હાથે આપ્યો હતો, ણ પણ પણ..સમય તો ચૂંટણી પ્રચારમાં વેડફી નાંખ્યો.. પ્રચારમાં વેડફી નાંખ્યો, લોકો મરતા રહ્યાને ભાઈ સાહેબ બંગાળમાં દીદી ઓ દીદી કરવા ગયા, પબ્લિકને મારતા મૂકી, ધારતે તો હોસ્પિટલો ઉભી કરી શક્યા હોત એક વર્ષનો સમય હતો.. .ઇન્જેક્શન, દવાઓ, બેડ, પૂરતા ઓક્સિજન પૂરતો મળે આવું કરી શકતા હતા પણ ધ્યાન ફક્ત ચૂંટણીમાં જ હતું, પબ્લિકને આત્મનિર્ભર બનાવી છટકી ગયા જવાબદારીઓમાંથી, આ પ્રકારની પોસ્ટ મુકવામાં આવતા ચર્ચાઓએ ભારે જોર પડકયું હતું.
મહત્વનું છે કે કલ્પેશ તેલવાલાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બાદબાકી કરવામાં આવતા પણ તેઓ પક્ષ સામે પોતાનો બળાપો કાઢી રહ્યા હોવાનું કેટલાક લોકોનું માનવું છે, પંરતું ખુદ ભાજપના જ નેતાએ લોકો સમક્ષ પોતાની વાત મૂકી પાર્ટી સામે સવાલો ઉભા કર્યા છે, તે બાબત હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે.