Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમરાવતી નદીમાં મેડિકલ વેસ્ટ ઠાલવાતા ખળભળાટ…

Share

અંકલેશ્વરમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા અમરાવતી નદીમાં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાની અમરાવતી નદીમાં કોઈ અજાણ્યા શખ્સોએ મેડિકલ વેસ્ટ ઠાલવ્યો હોવાની વિગતો સાંપડી છે. આ ઇસમો દ્વારા હાઇવે પર મોતાલી બ્રિજ નીચે અમરાવતી નદીમાં મેડિકલ વેસ્ટ નાંખી ગુનાહિત કૃત્ય આચરેલ હોય આ બાબત અત્યંત નિંદનીય છે. અમરાવતી નદીનાં કાંઠે મેડિકલ વેસ્ટ ઠાલવનારાઓની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ આ વિસ્તારનાં રહેવાસીઓએ કરી છે.

અહીં નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવ્યું છે, લોકો કચરો ગમે ત્યાં ન ફેંકે તેની તકેદારી રાખવી પરંતુ આજે
અમરાવતી નદીમાં આ મેડિકલ વેસ્ટનો કચરો ઠાલવવામાં આવવાથી તેના દ્વારા પ્રદૂષણ ફેલાવવાની શકયતા રહેલી છે જેથી આ અંગે તપાસ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા નાગરિકોની સુવિધાઓમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ભરણ ગામે ઘરમાં રહેલી વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ : નવી વસાહતથી રેલ્વે ગોદીને જોડતા માર્ગ ઉપર ખુલ્લી ગટરો હોવાથી સ્થાનિકોનો રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!